વણકહી લાગણીઓ

વણકહી લાગણીઓ

વણકહી લાગણીઓ

 

સ્વાભાવિક રીતે આ શીર્ષક જોતા જ બધાના મનમાં એવી ગ્રંથી બંધાય જાય છે કે જરૂર કોઈક એકતરફી પ્રેમની વાર્તા હશે અથવા તો પોતાનો પ્રેમ રજુ કરવામાં અસમર્થ રહેલ સ્ત્રી અથવા પુરુષની વાત હશે પરંતુ ચાલો આજે હું તમને આ જાણીતા શીર્ષક પર એક અજાણી વાર્તા કહું

મધરાત્રી એ સૌ પોત પોતાની રીતે ગાઢ નિંદ્રામાં સુતા હતા. એ મન મુકીને લહેરાઈ રહેલા પવનની જેમ પોતાના સપનાઓ સાથે લેહ્રવા માંગતી એ તારા પોતાના રૂમની બારીએ ઉભા ઉભા ખુલ્લા આકાશને નિહાળી રહી હતી અને એની આંખો માંથી દળ દળ આંસુઓ વહી રહ્યા હતા.

એ શાંત વાતાવરણમાં એના કાનમાં ગુંજતા એ તારા..તારા..તારા..તારા.. ના અવાજો જાણે કે એને કરડવા દોડતા હતા અને હાથમાં માઈક લયને લાંબી ભીડમાં ગીત ગાતી એ તારા નું સપનું આજે આંખમાંથી આંસુ બની ને વહી રહ્યું હતું.

ભરેલા હૈયે એને લેપટોપ ચાલુ કરીને એક નાનકડું એવું ફોર્મ ભર્યું ને એના પપ્પાનું એ મેનેજીંગ ડિરેક્ટર “ તારા શર્મા “ બનવાના સપનાનું પહેલું કદમ ઉઠાવ્યું.

એ હાથમાં માઈક લયને અઢળક ભીડમાં ઉભેલી અને ગીતો ગાતી તારાનું એ સપનું અને તારા..તારા..તારા.. ના ગુંજતા એ વણકહ્યા અવાજો અને એ વણકહી લાગણીઓ જાણે અંધારામાં અઢળક આંસુ બનીને વહી ગઈ

બીજી સવારે તારાના પપ્પા ખુબ ગર્વની લાગણી અનુભવે છે કે પોતાની દીકરીનું એમણે દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી કોલેજ આઈ.આઈ.એમ માં એડમીશન કરાવ્યું

પણ એમણે ક્યાં ખબર હતી કે એ કોલેજની જેટલી ફી છે એના કરતાય અઢળક કીમતી વસ્તુ એની દીકરીએ જતી કરી છે માત્ર ને માત્ર એના પિતાની બે આંખોએ જોયેલા એ સપના ને પૂરું કરવા…

અહી મને ખલીલ ધનતેજવી ની એક વાત યાદ આવે છે

“રગ રગ થી અને રોમરોમ થી તૂટી જવાય છે ,
તો પણ મજાની વાત એ છે કે જીવી જવાય છે “

 

  • મિતલ પઢેરીયા (અંશી)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *