“સફળતા” આ શબ્દ સંભાળતા જ આપણા મનમાં એવી ગ્રંથી બંધાય જાય છે કે જરૂર કોઈ મોટા એવા સપના ને સાકાર કરવાની વાત હશે કારણકે સફળતા શબ્દ જ આપણા માટે એટલો મોટો બની ગયો છે કે આપને નાના નાના કામોને પાર પડવાને સફળતા ગણતા જ નથી પણ ખરેખર સફળતાનો ખ્યાલ કે સફળતા પાછળ જવાબદાર કારણોની સમજ બાળપણ થી જ કેળવવી જોઈએ.
થોડાક સમય પહેલાની જ વાત છે મારો બે વર્ષ નો ભત્રીજો છેલ્લા બે કે ત્રણ દિવસથી એક રમકડા ને તોડવાની કોશિશ કરતો એના હાથમાં જયારે પણ એ રમકડું આવે એટલે એ બસ એને તોડવા મથ્યા કરે પણ જેવા એના મમ્મી જોઈ જાય એટલે “રેવા દે તોડી નાખીશ” એમ કહી એ રમકડું લય લ્યે અને ત્રણ ચાર દિવસ પછી રમકડું તોડી નાખવાના ડરથી એને રમવા આપવાનું બંધ કરી દીધું. રમકડું તો એમ પણ સ્ટોરરૂમ માં ધૂળ ખાતુ રહ્યું, એ રમી તો આમ પણ ના શક્યો ને ઉલટાનું એને મનમાં જે રમકડું તોડવાનું નક્કી કરેલું એમાં પણ એ સફળ ના થઈ શક્યો.બસ આમજ બાળપણથી આપને બાળકોને નાના નાના કામોમાં સફળતા મેળવવાથી રોકીએ છીએ એવું વિચારીને કે નુકશાન થઈ જશે અને પછી જયારે એની સ્કુલ કે કોલેજ પૂર્ણ થઈ જશે અને તેને ખરેખર જીવનમાં કાઇક કરવું હશે ત્યારે તે ઈન્ટરનેટ પર સફળતાના કારણો શોધવા લાગશે. જો કદાચ એને નાનપણ માં એ રમકડું તૂટી ના જાય ત્યાં સુધી રોજ એનું એ જ રમકડું આપતું હોત તો તેનામાં નાનપણથી જ એવી વૃતિ કેળવત કે જ્યાં સુધી નિર્ધારિત કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી તેને વળગી રેહવું જોઈએ
આપણી આસપાસ ઘણા બધા સફળ વ્યક્તિઓના ઉદાહરણ છે અને એ પણ એવા કેજે શૂન્યમાંથી પ્રસિદ્ધ થયા હોય. જેને એક સમયનું ખાવાનું નહોતું મળતું તેના ઘરે આજે રસોઈ માટે સેફ રાખેલ છે. એવામાં સફળ થવા માટે નો સૌથી પ્રથમ મંત્ર છે “સ્ટ્રોંગ ડીઝાયર” એક એવી ઈચ્છા જે તમારા માટે દિવસ ઉગવાનું કારણ બની જાય. જયારે કોઈ કાર્ય કરવા માટે તમારું મન એવું નક્કી કરી લ્યે કે કઈ પણ થાય હું આ મુકામ સુધી પહોચી ને જ રહીશ ત્યારે તમને ત્યાં સુધી પહોચવામાં કોઈ રોકી શકતું નથી અહિયા એક સરસ મજાની પંક્તિ મને યાદ આવે છે
“ રસ્તામાં પડેલા પત્થરને જોઈશ તો,
સામે રહેલી મંઝીલ થી નજર હટી જશે તારી,
પરંતુ જો સામે રહેલી મંઝીલ પર જ આંખો હશે તારી,
તો પત્થર તને દેખાશે જ નહિ …”
બસ આ એક વાતને મગજમાં યાદ રાખી લેશો તો સફળતા મેળવવું ઘણું સરળ બની જશે પણ હા સરળ એટલે એટલું પણ નહિ કે આંખ ખોલશોને સફળતા તમારી સામે હશે કારણકે યાદ રાખજો,
“ જેને ઉગવાની જલ્દી હોય એ હમેશા બાવળ જ હોય છે “ હાર્દિકભાઈ નું આ વાક્ય હું જીવન ભર નહિ ભૂલું કારણકે આ વાક્ય મને એ વાતનો એહસાસ કરાવે છે કે વર્ષો ના વર્ષો જયારે તમે ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડું સહન કરશો ત્યારેજ તમે એક એવું વૃક્ષ બની શકશો જે લોકોને છાયડો આપી શકે, બાકી બાવળ ઉગીતો જશે જલ્દી પરંતુ એ ક્યારેય લોકોને છાયડો આપવામાં સફળ નહિ થાય એવી જ રીતે સંઘર્ષ વગર ઘડાયેલો માણસ નાતો તાપ સહન કરીશકે છે નાતો એ કોઈને છાયડો આપી શકે છે એટલે ક્યારેય રાતો રાત સફળતાની આશા રાખવી નહી કારણકે એક સફળ વ્યક્તિ ની આંખ માં વર્ષોની ઊંઘ છુપાયેલી હોય છે અને એના ચહેરા પરના હાસ્ય પાછળ કેટલાય વર્ષો નો થાક છુપાયેલો હોય છે “ જે માણસ થાક થી ક્યારેય થાકતો નથી એ જ સફળ થાય છે “ એવું મારું માનવું છે
કદાચ તમને એવું થશે કે આ “ થાક થી ન થાકવું “ એતો અશક્ય છે પરંતુ થાકથી ન થાકવા માટે નો એક જ રસ્તો છે તમારી જાત સાથે કરેલો દ્રઢ સંકલ્પ યાદ રાખજો સફળ થવા માટે ક્યારેય દુનિયા સામે સંકલ્પ લેવો જરૂરી નથી પરંતુ પોતાની જાત સાથે સંકલ્પ લેવો જરૂરી છે સફળ વ્યક્તિ ક્યારેય ભીડમાં બોલતો નથી એનું કામ, એની સફળતા બોલે છે. સફળતા માટે પોતાની જાત સાથે ઈમાનદાર રહેવું અને પોતાની જાત ને કરેલ સંકલ્પોને વળગી રેહવું ખુબ જ જરૂરી છે એક સફળ વ્યક્તિ ક્યારેય થંભી જતો નથી અને જે થંભી જાય એ ક્યારેય સફળ વ્યક્તિ બની શકતો નથી. જો અમિતાભ બચ્ચન સર એ અમુક સફળ ફીલ્મો પછી કે યુવાની વીત્યા પછી કામ કરવાનું છોડી દીધું હોત તો આજે એ બધા ભારતીઓના હૃદયમાં ના વસતા હોત તમે એક સફળ વ્યક્તિ ત્યારે જ બની શકો છો જયારે છેલ્લા શ્વાસ સુધી નિયમિત રીતે સફળ બન્યા રેહવાના પ્રયત્નો ચાલુ રાખશો હા કદાચ ઉતાર ચડાવ જરૂર આવશે પરંતુ તમે ક્યારેય નિષ્ફળ નહિ થાવ.
“ સફળતા ક્યારેય ક્ષણિક નથી હોતી ,
પણ જે ક્ષણવાર પણ બેસવા ના દે એ હોય છે સફળતા “